Homeગુર્જર નગરીવિચિત્ર અકસ્માતઃ ચોટીલામાં ડ્રાઈવર વગર ડમ્પર ચાલવા લાગ્યું, આગળ જઈ રહેલા બે...

વિચિત્ર અકસ્માતઃ ચોટીલામાં ડ્રાઈવર વગર ડમ્પર ચાલવા લાગ્યું, આગળ જઈ રહેલા બે સગા ભાઈ પર ફરી વળતાં બન્નેના મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ચોટીલામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે સગાભાઈઓના મોત થયા છે. ચોટીલા મામલતદાર કચેરી નજીક રસ્તાના ઢાળ પર પાર્ક કરેલું એક ડમ્પર ડ્રાઈવર વગર જ ચાલવા લાગ્યું હતું અને આ ડમ્પર આગળ જઈ રહેલા બે સગાભાઈઓ પર ફરી વળતા બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ચોટીલા મામલતદાર કચેરી પાસેથી રાજસ્થાનના રહેવાસી પુષ્પેન્દ્ર સિંહ બુનેરા અને વિરેન્દ્રસિંહ બુનેરા નામના બે ભાઈઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક ડમ્પર આવ્યું હતું અને બંને ભાઈઓ પર ફરી વળ્યું હતું. ઘટનાના પગલે આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ડમ્પરમાં તપાસ કરતા કોઈ ડ્રાઈવર ન હોવાનું જાણવા મળ્યું હતું.

doctor plus

ચોટીલા મામલતદાર કચેરી નજીક ઢાળ પર કોલસી ભરેલું ડમ્પર પાર્ક કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર હેન્ડબ્રેક માર્યા વગર જ જતો રહ્યો હતો. ત્યારે અચાનક ઢાળ પર ડમ્પર દોડવા લાગ્યું હતું અને રસ્તાની બીજી તરફ જતું રહ્યું હતું. આ સમયે જ રસ્તા પર ચાલીને જઈ રહેલા બંને ભાઈઓ પર ડમ્પર ફરી વળતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. ત્યારબાદ આગળ દીવાલ સાથે અથડાતા ડમ્પર અટક્યું હતું.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બંને યુવાનોની લાશોને ચોટીલા પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સદનસીબે આજે રવિવાર હોવાથી ચોટીલા મામલતદાર કચેરીના દરવાજા પાસે અરજદારો ન હોવાથી સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments