Homeગુર્જર નગરીવેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા સામે...

વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા સામે નોંધાયો ગુનો

Team Chabuk-Gujarat Desk: ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં અને તેમના પિતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર અતુલ ચગના પુત્રની ફરિયાદને આધારે FIR દાખલ કરવામાં આવી છે.

વેરાવળના જાણીતા ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસમાં ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. આ આત્મહત્યાના કેસમાં પોલીસે 306,506 ( 2 ) અને 114 મુજબ ફરિયાદ નોંધી છે. મૃતકના પુત્ર હિતાર્થ ચગ આ કેસમાં ફરિયાદી છે.

12 ફેબ્રુઆરીએ કર્યો હતો આપઘાત

વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે તેમના વિરૂદ્ધ FIR નોંધવાની પણ અરજ કરવામાં આવી હતી. નારણ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો હતો. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણ ચુડાસમાએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવાયા હતા.

રૂપિયાની ઉઘરાણી કરતા સમયે પોતે શાસકપક્ષના સાંસદ હોવાના નાતે જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી અપાઈ હોવાની પણ ડૉકટરના પુત્રએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરૂદ્ધ આરોપ લગાવ્યો હતો.

ડોકટરે આત્મહત્યા સમયે લખેલી સુસાઈડ નોટ સાચી હોવાની તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં 17 ફેબ્રુઆરીના સાંજે 7 વાગ્યેને 10 મીનિટે ઈન્વર્ડ કરાઈ હતી.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments