Homeગુર્જર નગરીઉંમર નાની, સિદ્ધી મોટી: વડોદરાની આ દીકરીએ નાની ઉંમરે સર કર્યો માઉન્ટ...

ઉંમર નાની, સિદ્ધી મોટી: વડોદરાની આ દીકરીએ નાની ઉંમરે સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

Team Chabuk-Gujarat Desk: ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…’ વડોદરાની દીકરી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાના સંકલ્પને સાકાર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સાયકલિંગ, રનિંગ સહિતની સઘન તાલીમ થકી નિશાએ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો એ વાતને ચરિતાર્થ કરી છે.
વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.

સૈનિક પરિવારનું સંતાન એવી નિશા કદાચિત એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં સામેલ થઈ છે.

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા 8 કે એક્સપેડીશન્સની 2023 વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી. તે લગભગ છેલ્લા 3 વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ, રનિંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી.

NishaKumari (4)

ઉપરોક્ત સંસ્થાએ પ્રસારિત કરેલો સંદેશ જણાવે છે કે, આ અભિયાન દળના 8 સદસ્યો એ તા. 17મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ 8848.86 મીટર) સુરક્ષિત અને સફળ આરોહણ કર્યું છે.

આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડેનો સમાવેશ થાય છે. ચીન, અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ ઇત્યાદિ દેશોના સાહસિકો આ ટૂકડીમાં સામેલ હતા.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments