Homeગુર્જર નગરીઅમદાવાદઃ એક તરફી પ્રેમમાં છરી વડે મહિલાનું ગળું કાપ્યું, આરોપી સકંજામાં

અમદાવાદઃ એક તરફી પ્રેમમાં છરી વડે મહિલાનું ગળું કાપ્યું, આરોપી સકંજામાં

Team Chabuk-Guajrat Desk: અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એક તરફી પ્રેમમાં એક શખ્સે છરી વડે હુમલો કરી દીધો. આરોપીએ પરિણીતાના ગળાના ભાગે છરી મારી દેતા પરણિત મહિલા લોહીલૂહાણ થઈ ગઈ હતી અને દર્દથી ચીસો પાડવા લાગી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. સદનસીબે આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે પરંતુ તેના ગાળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પોતાના પુત્રને સ્કૂલ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી. દરમિયાન રિક્ષાચાલક સાથે પરિચય થયો હતો. બાદમાં રિક્ષાચાલક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચડ્યો હતો. જો કે, મહિલાએ લગ્નની માટે ઈનકાર કર્યો તો આરોપીએ તેની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો.

doctor plus

અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હોવાનો દાવો છે.

આ સમગ્ર કેસમાં પોલીસ દોડતી થઈ છે અને મહિલા પર હુમલો કરનારા આરોપીને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments