Team Chabuk-Gujarat Desk: આજે ગુજરાતમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્યા પ્રમાણે પરિણામ ન આવતા ઘણા વિદ્યાર્થીઓ હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે કચ્છના ભુજમાં એક વિદ્યાર્થીએ આજે ધોરણ 10નું પરિણામ ખરાબ આવતા આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ સવારે પરિણામ જોયાના 10 મિનિટ બાદ જ જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી પ્રમાણે ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા 17 વર્ષના હર્ષિત મહેશ્વરી નામના વિદ્યાર્થીએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. સવારે પરિણામ જાહેર થતાં જ હર્ષિત મહેશ્વરીએ પરિણામ ચકાસ્યું હતું. પરંતુ તેને ધાર્યા પ્રમાણે ગુણ મળ્યા ન હતા. જેથી હર્ષિત નિરાશ થઈ ગયો હતો અને જીવન ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું. પરિણામ જોયાની 10 મિનિટ બાદ જ હર્ષિતે ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
હર્ષિતના પરિવારજનોનું કેહવું છે કે, હર્ષિતે પરીક્ષાને લઈને ખૂબ જ મેહનત કરી હતી. પરંતુ આજે સવારે જ્યારે 10માં ધોરણનું પરિણામ આવતા તેને પોતાના માર્કસ ઓનલાઇન ચેક કરતા તે પાસ તો થઈ ગયો પણ તેને ઓછા માર્કસ આવતા તે હતાશ થઈને પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષિતને ધોરણ 10માં C1 ગ્રેડ અને 49.54 પર્સેન્ટાઈલ પરિણામ આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
