Homeગુર્જર નગરીરાજકોટની જાણીતી ખાનગી હોસ્પિટલની મહિલા ડોક્ટરે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટની જાણીતી ખાનગી હોસ્પિટલની મહિલા ડોક્ટરે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં મહિલા ડોક્ટરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર મહિલા ડોક્ટર રાજકોટ શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી.

મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષીય બિંદિયા નામની મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. મહિલા ડોક્ટર માધાપર ચોકડી નજીક આવેલા અતુલ્ય એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને તેણીએ ત્યાં ઘરે જ ફાંસો લગાવીને મોતને વ્હાલું કરી લીધું છે. આત્મહત્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલા ડોક્ટર પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

doctor plus

આત્મહત્યા કરનાર મહિલા ડોક્ટર બિંદિયા રાજકોટ શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા હતા. ત્યારે હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય સ્ટાફમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારને જાણ થતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. હાલ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments