Team Chabuk-Gujarat Desk: બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ભુજમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજકોટમાં વરસાદ
રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અંજારમાં 30 મિમી, ભુજમાં 33 મિમી, માંડવીમાં 15 મિમી, મુંદ્રામાં 15 મિમી, નખત્રાણામાં 13 મિમી, રાપરમાં 16 મિમી, અબડાસામાં 11 મિમી, દાંતામાં 10 મિમી, ભચાઉમાં 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. 16 અને 17 જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. અમદાવાદ શહેરમાં 15 અને 16 જૂનના રોજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
