Homeગુર્જર નગરીરાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસર, જામનગરનો દરિયો તોફાની બન્યો, બંદરે 10 નંબરનું...

રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસર, જામનગરનો દરિયો તોફાની બન્યો, બંદરે 10 નંબરનું સિગ્નલ

Team Chabuk-Gujarat Desk: બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. જેના કારણે તેની અસર પણ વર્તાવા લાગી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

જામનગરના દરિયામાં દેખાઈ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે જામનગરના રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળતા 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાં ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટને લઇ પાણી માછીમારોની બોટો સુધી પહોંચ્યું છે. દરિયાના પાણી સુરક્ષિત રખાયેલી બોટો નજીક પહોંચ્યા છે. દરિયામાં કરંટ વધે તો માછીમારોની બોટોને નુકસાન થઇ શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments