Homeગુર્જર નગરીજૂનાગઢ: છકડોચાલકનો પુત્ર બન્યો વૈજ્ઞાનિક, લાખોનો મળશે પગાર પણ પિતાએ કહી દીધી...

જૂનાગઢ: છકડોચાલકનો પુત્ર બન્યો વૈજ્ઞાનિક, લાખોનો મળશે પગાર પણ પિતાએ કહી દીધી દિલ જીતી લેનારી વાત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માંગરોળના આંત્રોલી ગામના જીવાભાઇ પરમારના પુત્રએ પરિવાર સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જીવાભાઈ પરમારના નાના પુત્ર કપિલ પરમારે 11-12 સાયન્સ પૂર્ણ કર્યા બાદ B.Sc. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં માસ્ટર કર્યું. માસ્ટર કર્યા બાદ યુનિવર્સિટી મારફત જ તેની પસંદગી કેનેડાની આંતરરાષ્ટ્રીય કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે થઇ ગઈ છે. જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

જિલ્લાના નાના એવા ગામમાંથી કેનેડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી થવી કપિલ અને તેના પરિવાર માટે ગૌરવની વાત છે. માત્ર 23 વર્ષની વયે કપિલને લાખો રૂપિયાનો પગાર મળશે.

જીવાભાઈ જૂનાગઢના મધુરમ ખાતે રહી છકડો રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ​​​​​​​જીવાભાઇ પરમારને જ્યારે મીડિયાએ પૂછ્યું કે તેઓના પુત્રને હવે સારી નોકરી મળી ગઈ છે તેમનો દીકરો વૈજ્ઞાનિક બની ગયો છે તો શું તમે હવે રીક્ષા ચલાવવાનું છોડી દેશો ? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ભલે મારા પુત્રની વૈજ્ઞાનિક તરીકે પસંદગી થઇને સારો પગાર મળ્યો પરંતું હું મારા પુત્રના પૈસા ઉપર નહીં પણ જ્યાં સુધી મારુ શરીર સાથ આપશે ત્યાં સુધી મારો મૂળ વ્યવસાય એવો છકડો રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવીશ.

junagadh A common mans son became a scientist

માંગરોળના આંત્રોલી ગામના જીવાભાઇ પરમાર નામના એક વ્યક્તિ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવારનું ગુજરાન છકડો રીક્ષા ચલાવી કરે છે. આખો દિવસ છકડો રીક્ષા ચલાવે, માલ સામાન ચડાવે, ઉતારે ત્યારે માંડ 200 થી 500 રૂપિયાની કમાણી થાય. જીવાભાઈએ વિચાર્યું છે કે, તેઓ મહેનત કરતા રહેશે. અત્યાર સુધી નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં બંને દીકરાઓને 11-12 સાયન્સમાં એડમિશન લેવડાવ્યા હતા. જીવાભાઈનો મોટો પુત્ર રોહિત પણ વેરાવળમાં આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments