Homeગુર્જર નગરીજૂનાગઢઃ 17 વર્ષના કિશોરનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

જૂનાગઢઃ 17 વર્ષના કિશોરનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં કાર્ડિયાક એરેસ્ટના કારણે એક 17 વર્ષના કિશોરનું મોત નિપજ્યું છે. જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીમાં કિશોર કામ કરી રહ્યો હતો તે દરમિયાન કિશોરને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. કાર્ડિયાક એરેસ્ટ આવતા યુવક ઢળી પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ચોરવાડ પાસે નાળિયેરીની વાડીમાં 17 વર્ષીય જીગ્નેશ વાજા કામ કરી રહ્યો હતો. સવારના સમયે જીગ્નેશ વાજા નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક તે ઢળી પડ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ જીગ્નેશ વાજાને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશ વાજાનું મોત નિપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિતેષ ધોળિયાએ કાર્ડિયાક એરેસ્ટના કારણે જીગ્નેશ વાજાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

junagadh cardiac arrest

મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ આવવાના બનાવો વધ્યા છે. આજે જ રાજકોટના રીબડામાં આવેલા SGVP સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના અનેક કારણો છે. જેમ કે, ફેમિલી હિસ્ટ્રી, સ્મોકીંગ, ઓબેસિટી, ફાસ્ટ ફુડની આદત જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. કેટલાક બનાવોમાં હ્રદયની જન્મજાત બીમારીના કારણે પર અચાનક હ્રદય બેસી જતું હોય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments