Homeગુર્જર નગરીભાવનગરઃ ચાર વર્ષની બાળકી ચોથા માળેથી પટકાઈ, કમકમાટીભર્યું મોત

ભાવનગરઃ ચાર વર્ષની બાળકી ચોથા માળેથી પટકાઈ, કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગરમાં બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા એક માસૂમ બાળકીનું મોત થયું છે. ચોથા માળેથી પટકાતા ચાર વર્ષની બાળકીનું મોત થયાના અહેવાલ છે. ભાવનગર શહેરના તિલકનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા પરિવાર સાથે આ દુર્ઘટના બની છે. આવાસ યોજનાની બિલ્ડિંગના ચોથા માળે ચાર વર્ષની નિત્યા મારું નામની બાળકી રમી રહી હતી. આ દરિયાન રમતા-રમતા તે ચોથા માળેથી નીચે પટકાઈ હતી. જેમાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

બનાવની જાણ થતાં તાત્કાલિકા બાળકીને નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. નિત્યાના શ્વાસ રોકાઈ ગયા હતા. અચાનક હસતી-રમતી નિત્યાએ અણધારી વિદાય લેતા મારું પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતા-પિતા માટે આ દુર્ઘટના લાલબત્તી સમાન છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

A four-year-old girl died after falling from the fourth floor

રાજકોટઃ કૂવામાં ડૂબી જતા શ્રમિકના એકના પુત્રનું મોત, બોલ લેવા કૂવામાં ઉતર્યો હતો કિશોર

રાજકોટના ઈશ્વરિયામાં ગામે કૂવામાં પડી જતા 16 વર્ષના કિશોરનું મોત થયું. અચાનક 16 વર્ષનો દીકરો પુત્ર કૂવામાં ડૂબી જતા પરિવાર પર આભ ફાટ્યું છે. મળતી માહિતી મુજબ ક્રિકેટ રમતા સમયે દડો કૂવામાં ગયો હતો અને એ સમયે લેવા માટે સગીર પણ કૂવામાં ઉતર્યો હતો. આ દરમિયાન કૂવામાં ડૂબી જતા સગીરનું મોત થયું હતું.

રાજકોટ નજીક આવેલા ઈશ્વરિયા મહાદેવ મંદિરની બાજુના સીમ વિસ્તારમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. સમયે બોલ કૂવામાં પડી ગયો હતો ત્યારે વિજય બકાભાઇ રાઠવા નામનો 16 વર્ષનો કિશોર કૂવામાં બોલ લેવા ઉતર્યો હતો. એ સમયે તે કૂવામાં ડૂબી ગયો હતો.

બનાવ અંગે જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કૂવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ટીમે કૂવામાં ત્રણથી ચાર કલાક શોધખોળ કર્યા બાદ વિજયનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં રહેલા લોકો પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે ખેતમજૂરી કરતા રાઠવા પરિવારનો વિજય એકનો એક પુત્ર હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments