Team Chabuk-Gujarat Desk: જેતપુરના ગોધરા વિસ્તારમાં એક સાથે 6 મકાન ધરાશાયી થયા. જેમાં એક મહિલા તેમજ બે બાળકીના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. દાવો છે કે, દુર્ઘટનાગ્રસ્ત મકાન 100 વર્ષ જૂના હતા. જે અચાનક તાસના પત્તાની જેમ ઢળી પડ્યા હતા. તમામ મકાન ધડાકાભેર ધરાશાયી થતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. સાથે જ સમગ્ર વિસ્તારમાં કાટમાળમાં દટાયેલા લોકોની ચીચીયારી ગૂંજી ઉઠી હતી.
આ મકાનમાં કુલ જેટલા લોકો દટાયા હતા. જેમને કાટમાળમાંથી કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ દુર્ઘટનામાં 50 વર્ષીય જયાબેન રાજુભાઈ મકવાણા, 10 વર્ષીય મેઘના અશોકભાઈ મકવાણા અને 7 વર્ષીય સીધી વિક્રમભાઈનું મોત થયું છે. આ ઉપરાંત 14 વર્ષીય વંદના મકવાણા, 30 વર્ષીય શીતલબેન વિક્રમભાઈ સાસડા, 40 વર્ષીય કરસનભાઇ દાનાભાઈ સાસડા, 8 વર્ષીય રિદ્ધિ વિક્રમભાઈ સાસડા, 33 વર્ષીય અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઈજાગ્રસ્ત થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત