Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ખેડૂતના એકના એક દીકરાનું કુવામાં ડૂબી જતા મોત, પરિવાર શોકમગ્ન

ગીર સોમનાથઃ ખેડૂતના એકના એક દીકરાનું કુવામાં ડૂબી જતા મોત, પરિવાર શોકમગ્ન

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના વેરાવળના ઇન્દ્રોઈ ગામે 7 વર્ષના બાળકનું કુવામાં પડી જતા મોત થયું છે. બાળક ક્યાંય ન દેખાતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, 18 કલાક સુધી બાળકનો મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ ખેતરમાં આવેલા કુવામાં જોતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

ઇન્દ્રોઈ ગામે વાડી વિસ્તારમાં રહેતો 7 વર્ષનો અલ્પેશ ગાવડિયા રવિવારે બપોરના સમયે વાડીમાં રમતો હતો અને અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી અલ્પેશની શોધખોળ શરૂ કરાઈ હતી. 18 કલાક બાદ જાણ થઈ હતી કે બાળક કૂવામાં પડી ગયો છે. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી.

Gir Somnath Inddrois Farmer Son Drowned in well

ફાયર વિભાગે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ખેડૂત પરિવાર પર અચાનક આવી પડેલી આફતના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. મૃતક અલ્પેશ ખેડૂતનો એકનો એક દીકરો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments