Homeગુર્જર નગરીરાજકોટમાં દારૂ પી PSIએ સાયકલ લઈને નિકળેલી યુવતીને લીધી અડફેટે, જાણો પોલીસે...

રાજકોટમાં દારૂ પી PSIએ સાયકલ લઈને નિકળેલી યુવતીને લીધી અડફેટે, જાણો પોલીસે શું લીધા પગલા?

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં નશામાં ધૂત PSIએ સાયકલ પર સવાર યુવતીને અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં સાયકલ પર સવાર યુવતીને ગંભીર ઈજા પહોંચી છે. યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ યુવતીના મોટાભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીનારાયણ વ્યાસ નામના PSI સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક PSIની અટકાયત કરી છે. PSI લક્ષ્મીનારાયણ વ્યાસ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. રાત્રે અકસ્માત સર્જ્યા બાદ પણ PSI ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. આ અકસ્માતની ઘટનાને લઈ લોકોમાં રોષ છે.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે ગઈકાલે રાત્રે એક ચાલકે સાયકલ પર જતી 17 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

લોકોએ કારચાલક PSIને દબોચી લીધો હતો. આ અકસ્માત સમયે કારચાલક નશાની હાલતમાં જોવા મળ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ પણ તે બેશરમની જેમ સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરીને અડફેટે લેનાર પોતે ભુજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુનિવર્સિટી પોલીસે અકસ્માત કરનાર પોલીસકર્મીની અટકાયત કરી હતી.

Rajkot Car Accident

આ અકસ્માત બાદ યુવતીના મોટાભાઈએ ભુજ પોલીસના વાયરલેસ PSI લક્ષ્મીનારાયણ એસ વ્યાસ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કિશોરીના મોટાભાઈ અદિત ચૌહાણે પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે હવે પોલીસે ફરિયાદને આધારે કારચાલક PSIની અટકાયત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments