Homeગુર્જર નગરીસુરતમાં તથ્યકાંડ જેવો જ કાંડ, કારચાલકે 6 લોકોનો ઉડાવ્યા

સુરતમાં તથ્યકાંડ જેવો જ કાંડ, કારચાલકે 6 લોકોનો ઉડાવ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં અમદાવાદ ઈસ્કોન બ્રિજ દુર્ઘટના જેવી જ દુર્ઘટના સર્જાઈ. શહેરના કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને અડફફેટે લીધા હતા. દુર્ઘટના બાદ લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો.

મળતી માહિતી મુજબ કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને ઉડાવ્યા હતા. બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર રસ્તો પાર કરી રહ્યા હતા આ જ દરમિયાન સાજને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ ગઈ હતી. જેથી લોકોએ કારના ચાલકને કારમાંથી બહાર કાઢી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો આરોપ છે કે, કારચાલક નશામાં હતો.

Car Accident

અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નથી પરંતુ તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments