Team Chabuk-Gujarat Desk: ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાના પિતાએ સગાઈ કરાવી આપવાની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાના ઘર સામે જ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારની જ્યાં રોશન તલાવિયા નામના યુવકે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
રોશને મરતા પહેલા કેમેરામાં કેદ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો પ્રમાણે, પ્રેમ સંબંધમાં અગાઉ યુવતી પોતાના ઘરેથી ભાગીને રોશનના ઘરે અધેળાઈ ખાતે જતી રહી હતી. જેથી યુવતીના પિતા સંબંધ કરાવી આપવાનું કહીને તેને ઘરે પાછી લઈ આવ્યા હતા. જોકે ત્યારબાદ યુવતીના પિતાએ વચન પાળવાને બદલે સંબંધ કરાવી આપવાની ના પાડી હતી. જેના કારણે રોશનને ખૂબ જ લાગી આવ્યું હતું. આઘાતમાં સરી પડેલો રોશન આખરે ઝેરી દવા લઈને કુંભારવાડામાં આવેલા યુવતીના ઘર આગળ પહોંચી ગયો હતો અને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેણે પોતાના વીડિયોમાં યુવતીના પિતા સહિત બે લોકોનાં નામ જણાવ્યા છે.
હું જાઉ છું, હવે તમને જેલના સળિયા ગણાવવાના છે, 10 દિવસમાં વેવિશાળ કરાવી આપવાનું કહ્યું હતું પણ બે મહિના થયા તોય હજુ વેવિશાળ કરાવી આપ્યું નથી એના બદલે મને હેરાન કરવામાં આવ્યો છે, હવે હું મરી જવ છું, આ શબ્દો છે, ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરનાર રત્ન કલાકારના કે જેણે આજે પ્રેમ પ્રકરણમાં એક અંતિમ વીડિયો બનાવી અને ત્રણ લોકોએ મરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપ કરીને યુવતીના ઘર આંગણે જ ઝેર ગટગટાવીને મોતને વ્હાલુ કરનાર યુવકના.

આ દરમિયાન વેવિશાળની વાત તો દૂર રાખી યુવતીના પિતાએ અન્ય યુવકની મદદથી રોનકને ધાકધમકી આપી હતી, તેમજ યુવતીને ભૂલી જવા કહ્યુ હોવાના આક્ષેપ યુવકે કર્યા હતા. અસહ્ય ત્રાસ આપી ભાવનગર હીરા ઘસવાની મજૂરી કરવા પણ યુવકને આવવા દેતા ન હતા. આથી હિંમત હારી ગયેલા યુવાને ઝેરી દવા સાથે યુવતીના ઘર સામે પહોંચ્યો હતો અને ઝેરી દવા ગટગટાવી મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાની આપવિતી વર્ણવી યુવતીના પિતાએ પોતાની સાથે છળકપટ કર્યાંનું તથા ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાંના આક્ષેપ સાથેનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો.
યુવકે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, યુવતીના પિતા અને અન્ય એક યુવક તમારા બેયના કારણે હું મરૂ છું, તમે બન્ને મને હેરાન કરતા હતા મને ભાવનગર હિરા ઘસવા પણ આવવા દેતા ન હતા. હું અને તમારી છોકરી ભાગી ગયા હતા. ત્યારે તમે કહ્યુ હતું કે, 10 દિવસમાં હું તમારૂ વેવિશાળ કરાવી આપી. પણ બે મહિના થયા તોય હજુ વેવિશાળ કરાવી આપ્યું નથી. એટલે હવે હું મરી જવ છું, યુવતીના પિતા અને તે યુવક તમે ધ્યાન રાખજો તમને જેલના સળીયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે હુ મરી જવ છું….અને એક અન્ય યુવાન પણ આમાં ભેગો છે, એટલે એ ત્રણેયના કારણે હું મરૂ છું.
આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ મૃતકના વાલીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત