Team Chabuk-Gujarat Desk: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં રહેતા ગુજરાતના પાટણના એક 24 વર્ષના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. યુવક જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક સિગ્નલ ખુલતા તેના પર એક બાદ એક 14 ગાડીઓ ફરી વળી હતી. આ દુઃખદ ઘટનામાં યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ યુવકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટના અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં બની છે. જ્યાં દર્શીલ ઠક્કર નામનો 24 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. યુવક રેડ સિગ્નલ હતું ત્યારે રોડ ક્રોસ કરવા લાગ્યો હતો પરંતુ તે દરમિયાન ગ્રીન સિગ્નલ મળતા તેની સાથે એક ગાડી ટકરાઈ હતી અને બાદમાં એક બાદ એક 14 ગાડીઓ તેના પર ફરી વળી હતી. અકસ્માતમાં દર્શીલ ઠક્કરને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે બચી શક્યો નહતો. દર્શીલ ઠક્કર ગુજરાતના પાટણનો રહેવાસી છે. તે અમેરિકા ખાતે ફરવા ગયો હતો. ટુરિસ્ટ વિઝા પર તે ત્યાં પ્રવાસ પર હતો.

અકસ્માતના થોડા સમય પહેલાં જ પરિવાર સાથે વીડિયોકોલમાં કરી હતી વાત
મૃતક દર્શીલ ઠક્કરે પરિવાર સાથે થોડી જ વાર પહેલા વાત પણ કરી હતી. લગભગ 15થી 20 મિનિટ જેટલો તેનો વીડિયો કોલ ચાલ્યો હતો. પરિવાર સાથે વાત કર્યા પછી તે વોક પર નીકળ્યો હતો. પગપાળા ચાલતી વખતે રોડ ક્રોસ કરવામાં આ ઘટના બની હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓને પગલે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેના ભાઈએ કોલ કર્યો પણ તેણે તે સમયે રિસિવ કર્યો નહીં. તેના મિત્રએ કોલ કરીને પરિવારને વાત કરી કે દર્શીલનો અકસ્માત થયો છે. જોકે પછી ફોન આવ્યો કે તેનું મૃત્યુ થયું છે.
દર્શીલના મોતના સમાચાર સાંભળીને પરિવારને આઘાત લાગ્યો છે. તેઓએ યુવાનના મૃતદેહને પરત ભારત લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પી.એમ રિપોર્ટ મુજબ મૃતદેહ ભારત આવી શકે તે સ્થિતિમાં નથી. તેથી પરિવાર યુવાનના અંતિમ સંસ્કાર માટે અમેરિકા જશે. દર્શીલ ગુજરાતના પાટણનો રહેવાસી હતો. તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને ટૂંક સમયમાં યુએસમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પરિવાર અમેરિકા જશે અને આગામી રવિવારે ત્યાં તેની અંતિમક્રિયા કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
