Team Chabuk-Gujarat Desk: અરવલ્લીના મેઘરજના અંતરિયાળ ગામ પંચાલમાં અંધશ્રદ્ધાના કારણે 14 વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યો છે. અહીં કિશોરીને ઝેરી સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને હોસ્પિટલની જગ્યાએ ભૂવા પાસે લઈ ગયા. ભૂવાએ સાપનું ઝેર ઉતારવા ધતિંગ કર્યા પરંતુ કિશોરીની હાલત વધુ ખરાબ થઈ અને આખરે બાળકીએ અંતિમ શ્વાસ લીધા.
મેઘરજની રાજસ્થાન સરહદે આવેલા પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલબેન તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી. આ સમયે સોનલને સાપે હાથની હથેળીમાં ડંખ માર્યો. જેથી સોનલ ઢળી પડી હતી. જે બાદ આસપાસથી પરિવારજનો દોડી આવ્યા હતા.
પરિવારના સદસ્યના જણાવ્યા પ્રમાણે આ સોનલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે સાપનું ઝેર ઉતારવા માટે ભૂવાજી પાસે લઈ ગયા હતા. ત્યાં બાળકીને સારું ના થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી હતી. કદાચ પરિવાર કિશોરીને પહેલાં જ હોસ્પિટલ લઈ ગયો હોત તો બાળકીનો જીવ બચી શક્યો હોત.

તાપીઃ સાપે દંશ માર્યો તો પરિવાર ભૂવા પાસે લઈ ગયો ! યુવતીનું મોત
તાજેતરમાં જ તાપીના વ્યારાના ઊંચામાળા ગામે સર્પદંશના કારણે 22 વર્ષીય યુવતીનું મોત થયું હતું. દાવો છે કે, યુવતીના પરિવારજનોની બેદરકારીના કારણે જ યુવતીનો જીવ ગયો છે. સાપ કરડ્યા બાદ પરિવારજનો યુવતીને હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ ભૂવા પાસે લઈ ગાય હોવાની ચર્ચા છે.
મોબાઈલમાં વ્યસ્ત યુવતીને સાપે અચાનક દંશ દીધો હતો. જે બાદ હોસ્પિટલની જગ્યાએ યુવતીનો દેશી ઉપચાર કરાયો હતો. તબિયત વધુ લથડતા યુવતીને હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. જો સમયસર યુવતીને સારવાર મળી ગઈ હોત તો આજે યુવતી પરિવારજનોની વચ્ચે હોત.
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં ગત મોડી સાંજે 22 વર્ષીય દિવ્યાએ મોબાઈલ ચાર્જમાં લગાડી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે કબાટ નીચેથી સાપ નીકળ્યો હતો અને દિવ્યાને કરડી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત