Team Chabuk-Gujarat Desk: ગઈકાલે સોનામાં તેજીના કારણે વધેલી કિંમતો આજે ઘટાડો થયો છે. આ ઘટાડો કાયમ રહ્યો તો, ટૂંક સમયમાં સોનું આપણને 58,000ના સ્તરની નીચે ટ્રેડ થતું જોવા મળી શકે છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસે ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ અને રાજકોટમાં પ્રતિ 10 ગ્રામે 380 રૂપિયાના ઘટાડા સાથે સોનુ 59070 રૂપિયાએ પહોંચ્યું છે. જ્યારે સુરતમમાં 350 રૂપિયાના ઘટાડા સાથે સોનાનો ભાવ 59450થી ઘટીને 59070એ પહોંચ્યો છે.
આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.34 ટકાના ઘટાડા સાથે 58,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.17 ટકાના ઘટાડા સાથે 69,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.34 ટકાના ઘટાડા સાથે 58,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.17 ટકાના ઘટાડા સાથે 69,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
