Homeગુર્જર નગરીવડોદરાઃ મિત્રો સાથે વાત કરતા કરતા ‘દીપ’ બુઝાય ગયો, હાર્ટ એટેકથી મોત

વડોદરાઃ મિત્રો સાથે વાત કરતા કરતા ‘દીપ’ બુઝાય ગયો, હાર્ટ એટેકથી મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અચાનક ધબકારા થંભી ગયા. અચાનક યુવાન દીકરાનું મોત થતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ છે. તો વિદ્યાર્થીના મિત્રો પણ શોકાતૂર છે.

મળતી માહિતી મુજબ દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી એમ.એસ યુનિવર્સિટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો હતો. દીપ હોસ્ટેલમાં પોતાનના મિત્રોને મળવા ગયો હતો. આ જ દરમિયાન મિત્રો સાથે વાત કરતા કરતા દીપને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને પળવારમાં જ તે મિત્રોની સામે જ ઢળી પડ્યો હતો.

દીપના મિત્રો દીપને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જો કે, ત્યાં સુધીમાં દીપના શરીરમાંથી જીવ ઉડી ગયો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ દીપને મૃત જાહેર કર્યો હતો.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. ક્યારેક રમતા-રમતા, ક્યારેક ચાલતા ચાલતા, જમતા જમતા કે વાતો કરતા કરતા માણસ ક્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય તેનું નક્કી નથી રહ્યું.

A student studying in MS University in Vadodara died of a heart attack

હાર્ટ એટેકથી બચવા ડોક્ટરો નિયમિત કસરત કરવાની અને પૌષ્ટીક ભોજન કરવાની સલાહ આપે છે. સામાન્ય કસરતો, રોજનું બેઠાડું જીવન હોય તો ચાલવા કે દોડવાથી શરીર તંદુરસ્ત રહે છે. પરિણામે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. છાતીમાં દુઃખાવો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments