Homeગુર્જર નગરીસુરતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત, રાત્રે સૂતો પરંતુ સવારે જાગ્યો જ નહી!

સુરતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત, રાત્રે સૂતો પરંતુ સવારે જાગ્યો જ નહી!

Team chabuk-Gujarat Desk: નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના કેસ વધ્યા છે. ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે હવે સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં 30 વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું રાત્રિના ઉંઘમાં મોત થયું છે.

surat heart attack

સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં 30 વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિ રાત્રે જમીને મિત્ર સાથે સુઈ ગયા હતા. પરંતુ ક્યાં ખબર હતી કે આવતી કાલનો સુરજ તેમની જિંદગીમાં હંમેશા માટે ઉગશે જ નહીં એમ ઊંઘમાં અટેક આવી જતા સવારે યુવાન ઉઠ્યો જ નહીં. આ યુવાન વિશે જાણવા મળી રહ્યું છે કે એમ્બ્રોઈડરીના કારખાનામાં આ યુવાન કામ કરતો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments