Homeગુર્જર નગરીજામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં અચાનક હાર્ટ એટેકના કારણે થતાં મોતથી સૌ કોઈમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્વસ્થ દેખાતો માણસ ક્યારે આ દુનિયાને અલવિદા કહી દે તેની કોઈને પણ જાણ રહેતી નથી. ત્યારે જામનગરમાં એક 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નિપજ્યું છે. પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં યુવક પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે સમયે આ ઘટના બની હતી. વિનીત મેહુલકુમાર કુંવરિયા નામના ફક્ત 19 વર્ષની ઉંમરના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવ બાદ મોટી સંખ્યામાં ગરબા પ્રેક્ટિસ કરતા યુવકો હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

jamnagar heart attack

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલા “સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ગરબાની પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. યુવાન વિનીતના મૃતદેહને પીએમ અર્થે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, થોડા દિવસ પૂર્વે આવો જ કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો હતો. જૂનાગઢમાં પણ જોષીપુરા વિસ્તારમાં ગરબા ક્લાસમાં પ્રેકિટસ કરી રહેલા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments