Homeગુર્જર નગરીસુરતમાં લવજેહાદનો કિસ્સો આવ્યો સામે, વિધર્મી યુવકને હિંદુ યુવતીઓને ફસાવવા માટે રૂપિયા...

સુરતમાં લવજેહાદનો કિસ્સો આવ્યો સામે, વિધર્મી યુવકને હિંદુ યુવતીઓને ફસાવવા માટે રૂપિયા મળતા હોવાનો ઘટસ્ફોટ

Team Chabuk-Gujarat Desk: સુરતમાં લવ જેહાદનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વિધર્મી યુવકે નામ બદલીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ વિધર્મી યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જો યુવતી ધર્મપરિવર્તન નહીં કરે તો તેના અશ્લીલ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. પીડિત યુવતીએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. ત્યારબાદ વિધર્મી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.

સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે 2018માં કરણ નામના રિઝવાન ગફાર નામના વ્યક્તિને મળી હતી. કરણ તેને ઓટોમાં લૂમ્સ ફેક્ટરી સુધી લઈ જતો હતો. બંને વચ્ચે મિત્રતા ગાઢ થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને બાદમાં ભાગીને લગ્ન કરી લીધા. લગ્ન બાદ થોડા દિવસ સુરતમાં રહ્યા બાદ કરણ યુવતી સાથે દિલ્હી ગયો હતો. થોડા મહિનાઓ દિલ્હીમાં રહ્યા બાદ કરણે યુવતી સમક્ષ સત્ય જાહેર કર્યું. કરણે કહ્યું કે, તે કરણ નહીં પરંતુ રિઝવાન ગફાર છે. યુવતીને આ હકીકતની જાણ થતાં જ તે ચોંકી ગઈ હતી. આ સમયે યુવતી ગર્ભવતી હતી. તેથી તેણે બાળક માટે તે સમયે યુવક સાથે સમાધાન કરી લીધું હતું. દિલ્હીમાં થોડો સમય વિતાવ્યા બાદ રિઝવાન ગફાર નામનો વિધર્મી યુવક યુવતીને યુપીમાં તેના ગામમાં લઈ ગયો અને ત્યાં તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું.

love jihad

ત્યારબાદ યુવતીને મુસ્લિમ રિવાજો પ્રમાણે જીવવાનું શરૂ કરાવ્યું અને હિંદુ રિવાજોનું પાલન કરવાની મનાઈ કરી. યુવતીના ગર્ભમાંથી એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ પણ મુસ્લિમ ધર્મ અનુસાર રાખવામાં આવ્યું. દીકરીના જન્મથી નારાજ રિઝવાન તેને માર મારતો હતો. દરમિયાન યુવતીને જ્યારે ખબર પડી કે રિઝવાન ગફાર અન્ય હિન્દી હિંદુ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે તેણે તેના પતિ રિઝવાનને પૂછ્યું કે તું આવું કેમ કરે છે? તો તેણે કહ્યું કે આમ કરવાથી તેને પૈસા મળે છે. તે જેટલી હિંદુ છોકરીઓ સાથે લગ્ન કરશે તેટલા પૈસા તેને મળશે. આટલું સાંભળતા જ ફરી એકવાર લવ જેહાદની ચુંગાલમાં ફસાયેલી યુવતી સ્તબ્ધ થઈ ગઈ અને કોઈક રીતે યુપીથી ભાગીને સુરત પહોંચી ગઈ. કરણ હોવાનો ઢોંગ કરીને તેને ફસાવીને લવ જેહાદ કરનાર રિઝવાન ગફાર વિરુદ્ધ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે રિઝવાન ગફારની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments