Homeગુર્જર નગરીHeart Attack: રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં 1310 લોકોને હાર્ટ...

Heart Attack: રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં 1310 લોકોને હાર્ટ એટેક

Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના (heart attack) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના છેલ્લા ત્રણ મહિનાના આંકડા તરફ નજર કરીએ તો 108 મારફતે 1310 જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા વ્યક્તિઓના આંકડા તરફ નજર કરીએ તો ગ્રામ્યમા વસવાટ કરતા લોકોની સરખામણીએ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સંખ્યા બમણા કરતા પણ વધુ જોવા મળી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરીજનોનું સ્ટ્રેસ લેવલ તેમજ તેમની લાઈફ સ્ટાઈલ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લા ખાતે કુલ 42 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે પૈકી 22 જેટલી એમ્બ્યુલન્સ રાજકોટ શહેર ખાતે કાર્યરત છે. જ્યારે કે 42 પૈકી 20 જેટલી એમ્બ્યુલન્સ જિલ્લા ખાતે કાર્યરત છે. 108 મારફતે જુલાઈ મહિનામાં હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવા 300 જેટલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

heart attack

108 મારફતે જુલાઈ મહિનામાં હાર્ટ એટેક આવ્યો હોય તેવા 135 જેટલા વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કે, ઓગસ્ટ મહિનામાં રાજકોટ શહેરમાંથી 298 વ્યક્તિ જ્યારે કે, રાજકોટ જિલ્લામાંથી 126 વ્યક્તિ આમ, કુલ મળીને ઓગસ્ટ મહિનામાં 424 જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા ત્રણ મહિનાની સરખામણીએ કુલ 452 જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 452 પૈકી 324 વ્યક્તિઓ રાજકોટ શહેરની હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે 127 જેટલી વ્યક્તિ રાજકોટ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. તેમજ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીમાં પ્રતિ દિવસ ન્યૂનતમ 10 જેટલા વ્યક્તિ જ્યારે કે મહત્તમ 22 જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments