Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. આ વખતે દુઃખદ સમાચાર જામનગર અને મહુવાના તળાજાથી મળ્યા છે. જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો, આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે, જેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મોત થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે. તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ છે. દેવલી ગામની જીજ્ઞા બારૈયા નામની યુવતીને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. રાત્રે સુઈ ગયા પછી યુવતી સવારે ઉઠી જ નહોતી. નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધિત 766 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા નોરતે મહાનવમીના દિવસે 32 કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ છે. ગઈકાલે મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ગુજરાતમાં એક મહિનામાં હાર્ટ એટેકથી આશરે 27 લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેક વધતાં લોકોની ચિંતા વધી ગઈ છે.નાની વયે યુવકોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે.રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત છે. રાજકોટના જેતપુરના ખજુરી ગુંદાળામાં તાજેતરમાં જ 22 વર્ષીય કિશન મનુભાઇ મકવાણા નામનો યુવક રાત્રે સુઈ ગયા પછી જાગ્યો જ નહીં. યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યો. રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજી દરમિયાન શાકભાજીના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યાની ઘટના CCTVમાં કેદ થઈ. રાજકોટ જિલ્લાના પડધરીના શિક્ષકનું પણ હાર્ટ એટેકના કારણે મોત હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત