Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠામાં એક સ્કૂલમાં 13 માસૂમોને તાલીબાની સજા આપવામાં આવી. બાળકોનો વાંક એટલો હતો કે તેઓ ક્લાકમાં મસ્તી કરી રહ્યા હતા. સમગ્ર ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. જો કે, ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ સ્કૂલ અને જવાબદારો વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાયાનો વાલીઓનો આરોપ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલય વિવાદમાં સપડાઈ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. જે બદલ 13 જેટલા વિદ્યાર્થીઓને સજા આપવામાં આવી હતી. સજા એટલી કડક હતી કે બાળકો સહન ન કરી શક્યા. બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી.
ઘટના બાદ વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, થોડા સમય પહેલા સુરતમાંથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો. જેમા શહેરની એક શાળામાં બાળકીને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. માસૂમને શિક્ષિકાએ 35 થપ્પડ માર્યા હતા. તો તાજેતરમાં જ જૂનાગઢનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા મદરેસામાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો મૌલાના પર આરોપ છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા