Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. આજે ભાવનગરમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવાધને જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.
ભાવનગરમાં 17 વર્ષના કિશોરના ધબકારા અચાનક થંભી ગયા હતા. વિજય ચૌહાણ નામનો 17 વર્ષના કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો પરંતુ સવારે તે ઉઠ્યો જ નહીં. રાત્રે ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. સવારે બેભાન અવસ્થામાં જે તેને ભાવનગરના માઢિયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષીય કિશોરના અચાનક નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

તાજેતરમાં જ ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હદય બંધ પડી ગયું હતું.
મહત્વનું છે કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં 30થી વધુ યુવાનોનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
