Homeગુર્જર નગરીપૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન, રાજકીય જગતમાં શોકનો માહોલ

પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન, રાજકીય જગતમાં શોકનો માહોલ

Team Chabuk-Gujarat Desk: પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. 82 વર્ષની વયે મેહલોલ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને પ્રભાતસિંહ ચૌહાણે અંતિમ શ્વાસ લીધા છે. પ્રભાતસિંહ ચૌહાણ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ છે.

પ્રભાતસિંહની રાજકીય સફર
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા. તેઓ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2 વખત કોંગ્રેસમાંથી જ્યારે 3 વખત ભાજપમાંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપરાંત 2009 અને 2014માં પંચમહાલના સાંસદ રહી ચુક્યા છે. તો રાજ્યના મંત્રી પણ રહી ચૂક્યા છે.

1980 અને 1985માં પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. ત્યારબાદ 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓ 1995, 1998 અને 2002માં ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી.

તેમના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી. 2007માં તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ સમયે તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા જો કે તેઓ પણ હારી ગયા હતા. તેઓ 2009 અને 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પંચમહાલના સાંસદ પદે પણ 2 ટર્મ સુધી રહ્યાં હતાં..તેમને 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.
ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

prabharsing passed Away

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments