Team Chabuk-National Desk: સાપ અને સાપનું ઝેર. સામાન્ય વ્યક્તિ સાપ તેમા પણ કોબ્રાનું નામ સાંભળીને પણ ડરી જાય છે. આવા ખતરનાક અને જીવલેણ સાપને લોકો નશા માટે ઉપયોગ કરે છે !
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં પોલીસે એલ્વિસ સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જો કે, સવાલ એ છે કે, પાર્ટીમાં સાપ અને સાપના ઝહેરની શું જરુર ?
દાવો છે કે, જે લોકોને ડ્રગ્સના નશામાં પણ નથી મજા આવતી તેઓ આવી વિકૃત પ્રવૃત્તિ કરે છે. માનવામાં આવે છે કે, આ પોતાની જાતે જ સાપને પોતાના શરીર પર ડંખ મરાવડાવો એ ડ્રગ્સથી પણ વધુ મોંઘુ અને ખતરનાક છે.
એટલે કે એવું કહી શકાય કે, સાપનું ઝેર ડ્રગ્સના નશાથી પણ ઉપર છે. જે સાપને નશા માટે ઉપયોગ કરવામાં આવે છે તે સાપને પહેલા એક ઈન્જેક્શન આપી દેવામાં આવે છે. આ ઈન્જેક્શન આપ્યા બાદ સાપના ડંખથી મોતનો ડર નથી રહેતો. ઈન્જેક્શનથી સાપના ઝેરની તીવ્રતા ઓછી થઈ જાય છે. જે બાદ ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ આ સાપને પોતાની જાતે જ પોતાના શરીર પર ડંખ મરાવડાવે છે. જેને સ્નેક બાઈટ કહેવાય છે. આ ઝેર પાંચથી છ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિના શરીરમાં અસર કરે છે. દાવો છે કે, કોબરાના માત્ર 1ML ઝેરની કિંમત 10થી 25 હજાર રુપિયા છે. જે ગેરકાયદે વેચાય છે. એટલે કે, એક સાપનું ઝેર કરોડોની કિંમતનું છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો કેટલાય સાપોના ઝેરમાં ન્યૂરોટોક્સિન હોય છે જે શરીરને સુન્ન કરી નાખે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત