Team Chabuk-Sports Desk: આઈપીએલ 2024ને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
હાર્દિક પંડ્યાને આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ગુજરાત ટાઈટન્સ તરફથી ટ્રેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રોહિત શર્માએ ટીમને 5 વખત IPL ચેમ્પિયન બનાવી હતી. આ માહિતી ટીમ દ્વારા શુક્રવાર 15 ડિસેમ્બરે આપવામાં આવી હતી. હાર્દિક પંડ્યા અગાઉ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો હતો. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ચેમ્પિયન બન્યું હતું. હાર્દિકની વાપસી સાથે તેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
રોહિત શર્મા મુંબઈનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. IPLમાં રોહિતના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે. તેણે 243 મેચમાં 6211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 42 અડધી સદી ફટકારી છે. રોહિતે એપ્રિલ 2008માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL મેચ રમી હતી. રોહિતે ડેકન ચાર્જીસ તરફથી રમતા ડેબ્યુ કર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા જ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી દીધી છે. એટલે કે રોહિત શર્માને ટીમે કેપ્ટન પદેથી હટાવી દીધો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. મહત્વનું છે કે રોહિત શર્મા 36 વર્ષનો છે. તેવામાં ફ્રેન્ચાઇઝીએ ભવિષ્યને જોતા હાર્દિક પંડ્યાને કમાન સોંપવાનો નિર્ણય કર્યો હોઈ શકે છે.
To new beginnings. Good luck, #CaptainPandya ???? pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
રોહિત શર્માને 2013ની સીઝનના મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને રોહિતે ખિતાબ જીતી લીધો હતો. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. તેણે 11 સીઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત