Team Chabuk-Gujarat Desk: ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાછે. ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે. અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવા જાહેરાત કરાઈ હતી.બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.

ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ના બદલે તા.31/03/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત