Team Chabuk-National Desk: અયોધ્યા આજે રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન અને પૂજા થઈ રહી છે. દેશ-વિદેશના અનેક અતિથી પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે.
વિવિધ રાજ્યોથી 50થી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજુ કરાઈ રહી છે. પ્રાણપ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે. કુબેર ટીલા જઇને ભગવાન શિવનું પૂજન કરશે. સાંદે દીપ પ્રગટાવીને દેશભરમાં ફરી દીવાળી ઊજવવામાં આવશે.
પ્રધાનમંત્રી હેલિકોપ્ટર મારફતે મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અયોધ્યા ધામનો વીડિયો ઉતાર્યો હતો. પીએમ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરશે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.
વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસનાં અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત