Homeગામનાં ચોરેજય શ્રી રામ: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, કરો ભગવાન રામના પ્રથમ દર્શન

જય શ્રી રામ: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, કરો ભગવાન રામના પ્રથમ દર્શન

Team Chabuk-National Desk: અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાનો વનવાસ પૂર્ણ થયો છે ! અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સમારોહમાં અનેક દિગ્ગજો હાજર રહ્યા આ સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા.

PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લાલાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. પીએમ મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી અભિષેકની વિધિમાં યજમાન બન્યા હતા.

પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.


પીએમ મોદીએ રામ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરી પ્રતિજ્ઞા લીધી હતી. આરએસએસના વડા મોહન ભાગવત તેમની બાજુમાં બેઠા હતા. મંત્રોચ્ચાર સાથે રામલલાના અભિષેકની વિધિ પૂર્ણ થઈ હતી.

Ayodhya jay shree ram


આ પ્રસંગે ચિરંજીવી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સચિન તેંડુલકર, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, રજનીકાંત, માધુરી દીક્ષિત, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્માન ખુરાના, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રાજકુમાર ચર્યાની સહિત અનેક દિગ્ગજ કલાકારો પહોંચ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments