Team Chabuk-Gujarat Desk: : મોરબીમાં વર્ષ 2022માં બનેલી ગોઝારી ઝૂલતા પુલની દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. 135 નિર્દોષ લોકોનો જીવ લેનારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, 14 માસ એટલે કે 416 દિવસથી વધુ સમય જેલમાં રહેલા જયસુખભાઈ પટેલના સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.
વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઝૂલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકો મોતને ભેટયા હતા. ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારે પુલનું સંચાલન અને સમારકામ કરનાર અજંતા ઓરવા કંપનીને જવાબદાર ઠેરવી ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલને મુખ્ય આરોપી ગણી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી SIT મારફતે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો રીટ દાખલ કરી સરકારને ઝાટકી નાખી હતી.
આ દરમિયાન ઓક્ટોબર 2022મા ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાયા બાદ ત્રણ મહિના બાદ જયસુખભાઈ પટેલે 31મી જાન્યુઆરી 2023ના રોજ મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે બાદ રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટ, નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવતા જયસુખભાઈ પટેલે નામદાર સુપ્રીમકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતોને આધીન જામીન અરજી મંજૂર કરતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલને રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જેલમાં છેલ્લા 14માસ એટલે કે 416 કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા જયસુખભાઈ પટેલને સુપ્રીમમાંથી રાહત મળી છે પરંતુ હજુ જામીન હુકમ આવતા સમય લાગવાની સાથે કોર્ટ કાર્યવાહી સહિતની વિધિ બાદ હજુ પણ બે ચાર દિવસ બાદ જેલમાંથી મુક્તિ મળે તેમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત