Homeદે ઘુમા કેIPL 2024: આજથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ, પ્રથમ મેચ CSK vs RCB

IPL 2024: આજથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ, પ્રથમ મેચ CSK vs RCB

Team Chabuk-Sports Desk : આજથી IPLના જંગની શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ આ મેચમાં મોટા ફેરફારો સાથે ઉતરશે. ઋતુરાજ ગાયકવાડ હવે CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે જ્યારે RCB નવા નામ સાથે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં રમશે.

IPL પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો અને ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આગામી ટુર્નામેન્ટમાં ચેન્નઈની આગામી કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. ધોનીએ 212 મેચોમાં ચેન્નઈનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી ટીમે 128 મેચમાં જીત અને 82માં હારનો સ્વાદ ચાખ્યો હતો. બે મેચ અનિર્ણિત રહી હતી. ચેન્નઈએ ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું.

શુક્રવારે રમાનારી પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. ચેન્નઈ આ સીઝનની પ્રથમ મેચ જીતીને તેના અગાઉના ટાઈટલને બચાવવા ઈચ્છશે જ્યારે RCB આ સીઝનની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના પ્રશંસકો માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે.

RCB અને CSK વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ શુક્રવાર, 22 માર્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ CSKનું હોમ ગ્રાઉન્ડ છે. RCB અને CSK વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 07.30 કલાકે થશે.

CSK અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટીમ CSK
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન.

ટીમ RCB
ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા.

RCB vs CSK

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments