Homeગુર્જર નગરીATSને મોટી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ISISના 4 આતંકવાદી

ATSને મોટી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ISISના 4 આતંકવાદી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ એરપોર્ટ પરથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓને ગુજરાત ATSએ ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

isis

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત ATS સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી ATSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ વ્યક્તિ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તે વ્યક્તિ આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલો હતો અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતો. આ વ્યક્તિ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો તેમજ ગુજરાત તેમજ ભારતમાં કોઈ હિલચાલની ફિરાકમાં હતો કે કેમ અથવા તેમના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments