Homeવિશેષલૉન્ચ પહેલા iPhone 16ની માહિતી ઇન્ટરનેટ પર લીક, થઈ શકે છે આ...

લૉન્ચ પહેલા iPhone 16ની માહિતી ઇન્ટરનેટ પર લીક, થઈ શકે છે આ મોટા ફેરફાર

Team Chabuk-Teach Desk: છેલ્લા ઘણા સમયથી iPhone લવર્સ નવા iphoneની રાહ જોઈ રહ્યા છે. તો કેટલાક લોકો તો એટલા માટે રાહ જોઈને બેસતા હોય છે કે, Apple આ વખતે શું નવું કરવા જઈ રહ્યું છે. આ બધા વચ્ચે નવા iPhone સિરીઝને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એવું માનવામાં આવે છે કે નવી iPhone 16 સિરીઝ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં લૉન્ચ કરાશે. લૉન્ચિંગ પહેલા નવા iPhone રંગ અંગેનો ખુલાસો થઈ ગયો છે.

એપલ એનાલિસ્ટ Ming Chi Kuoએ એક નોટ શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે iPhone 16 Pro સિરીઝ ચાર કલર ઑપ્શન બ્લેક, વ્હાઇટ, ગ્રે અને રોઝમાં આવી શકે છે. મહત્વનું છે કે, આ તે રંગ કંપનીએ તેની iPhone 15 સિરીઝ માટે લૉન્ચ કર્યા ન હતા.

આપને જણાવી દઈએ કે Appleએ નેચરલ ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ અને બ્લેક ટાઇટેનિયમ વેરિઅન્ટમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Max રજૂ કર્યા હતા. આનો અર્થ એ છે કે કંપની iPhone 16 Pro અને 16 Pro Max માટે બ્લૂ અને રોઝ કલર સાથે લૉન્ચ કરી શકે છે.

iPhone 16 અને iPhone 16 Plusની વાત કરીએ તો, Kuoનું કહેવું છે કે, તેના નોન-પ્રો iPhone મૉડલ્સના કલર વેરિઅન્ટમાં થોડો ફેરફાર થશે. ગયા વર્ષે Appleએ iPhone 15 અને iPhone 15 Plusને પિન્ક, યલો, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં લૉન્ચ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ વર્ષે iPhone 16 Plus અને iPhone 16 સ્માર્ટફોન બ્લેક, ગ્રીન, પિન્ક, બ્લૂ અને વ્હાઇટ કલર વેરિઅન્ટમાં આવવાની આશા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple આ વખતે iPhone 16 સિરીઝની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરશે. રિપોર્ટ અનુસાર, iPhone 16 Pro 6.3 ઇંચ અને iPhone 16 Pro Max 6.9 ઇંચ સાથે ઑફર કરી શકાય છે. બીજી તરફ, iPhone 16 અને iPhone 16 Plus એક જ સાઈઝમાં લૉન્ચ થશે. એવી પણ ચર્ચા છે કે, આ વખતના iPhoneમાં એકસ્ટ્રા બટન આપવામાં આવશે જે અલગ-અલગ ફંકશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો કે, હાલ આ બાબતોની પુષ્ટિ થઈ નથી, અને iPhoneની અસલી વિગતો લૉન્ચ થયા પછી જ જાણી શકાશે.

Iphone 16

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments