Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળી જતા નગરજનોને અસરકારક અને ઝડપી સેવાઓ મળી રહે તે હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ઉત્તર અને દક્ષિણ એમ બે વહીવટી ઝોન કાર્યરત કરવામાં આવ્યા છે.
ભોગાવો નદીથી ઉત્તર તરફ, જેમાં સુરેન્દ્રનગર, દૂધરેજ, ચમારજ, ખમીસાણા, મુલચંદ અને મોજે. વઢવાણનો નદીથી ઉત્તર તરફનો વિસ્તાર ઉત્તર ઝોન ગણાશે. ભોગાવો નદીથી દક્ષિણ તરફનો વિસ્તાર, જેમાં રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખેરાળી, માળોદ અને મોજે.વઢવાણનો નદીથી દક્ષિણ તરફનો વિસ્તારનો દક્ષિણ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ, હંગામી ધોરણે મેઘાણીબાગ, મેઘાણીરોડ, સુરેન્દ્રનગર ખાતે મહાનગર સેવા સદન – ઉત્તર ઝોન કચેરી અને વઢવાણ ફાયર સ્ટેશન સામે, ખાંડીપોળ દરવાજા સામે, વઢવાણ ખાતે મહાનગર સેવા સદન-દક્ષિણ ઝોન કચેરી કાર્યરત કરવામાં આવી છે.

ઉપરોક્ત બંને ઝોન કચેરી ખાતે લગ્ન નોંધણી, જન્મ મરણ નોંધણી તથા વિવિધ કરવેરા અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આથી તમામ નગરજનોને અપીલ કરવામાં આવે છે કે, ઉક્ત જણાવ્યા મુજબ સંબંધિત વિસ્તારના રહેવાસીઓએ સંલગ્ન ઝોનલ કચેરી ખાતેથી જરૂરી સેવાઓનાં લાભો મેળવવાનાં રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત