Homeગામનાં ચોરેજ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં જ્ઞાનેશ કુમારને (gyanesh kumar) દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાયદા મંત્રાલયે પણ સત્તાવાર રીતે જ્ઞાનેશ કુમારની આગામી CEC તરીકે નિમણૂક સંબંધિત સૂચના બહાર પાડી છે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે, તેઓ ગત વર્ષે માર્ચ મહિનાથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના સ્થાને કાર્યભાર સંભાળશે. રાજીવ કુમાર આજે 18 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે નિમાયેલી સમિતિ દ્વારા નામ નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

gyanesh kumar

રાજીવ કુમારે 15 મે, 2022 ના રોજ 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો હતો. તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂંટણીઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યા બાદ 18મી ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. હવે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવશે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે.

મહત્વનું છે કે, જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે અને તેઓ ગત વર્ષે માર્ચ મહિનાથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની જાહેરાત વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની અસંમતિ દર્શાવી છે. તેમણે અગાઉ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને બેઠકને મુલતવી રાખવાની માગણી કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments