Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ના બદલે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને 55 ટકા DA મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. કુલ નવ લાખ કર્મચારી અને પેન્શનરોને લાભ મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે. આ નિર્ણય સરકાર હવે પછી લેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત