Homeગુર્જર નગરીઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી...

ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ LCBએ ઊનાના સૈયદરાજપરા ગામે થયેલી 5 લાખથી વધુ રુપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં પડોશી મહિલા સમજુ રાઠોડ અને તેના માનેલા ભાઈ ભગવાન કામળિયાની ધરપકડ કરી છે.

આરોપ હતો કે, ફરિયાદી ભીખીબેન ચૌહાણના ઘરમાંથી 4 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. 5 એપ્રિલે રાત્રે અઢી વાગ્યે ભીખીબેન તેમની પુત્રી સાથે ફિશિંગ બોટ ખાલી કરવાના મજૂરી કામે ગયા હતા. આ દરમિયાન તેમણે ઘરને તાળું મારી ચાવી બહારના રસોડામાં મૂકી હતી.

આ બધી ગતિવિધિઓથી વાકેફ એવા પડોશી મહિલા સમજુ રસોડામાંથી ચાવી લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અનાજની કોઠીમાં રાખેલા રોકડા અને દાગીનાની ચોરી કરી હતી. સવારે સાત વાગ્યે ભીખીબેન ઘરે આવ્યા ત્યારે ઘરમાં વેરવિખેર જોવા મળ્યું હતું.

એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી. પાડોશીઓની પૂછપરછમાં સમજુ રાઠોડ શંકાના દાયરામાં હતી. પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી.

આરોપી મહિલાએ ચોરીના દાગીના વેચવા માટે ખાપટ ગામના તેના માનેલા ભાઈ ભગવાન કામળિયાની મદદ લીધી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

una

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments