Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા અઢી વર્ષથી ખોરંભે ચડેલી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે અંતે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યની કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં 4688 ગ્રામપંચાયતોની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તારીખ 22 જૂનના રોજ યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજ્યના ચૂંટણી કમિશનર ડો.એસ મુરલીકૃષ્ણએ બુધવારે ગ્રામપંચાયતોની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાની કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તારીખ 22 જૂનના રોજ યોજાશે. જેમાં 4688 ગ્રામપંચાયતોની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીયોજવા માટે તારીખ 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 છે. જયારે 22 જૂન 2025 ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે. ઉલ્લેખનીય છે કે, તારીખ 27 મે 2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત