Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુએ આજે તારીખ 23 મે 2025ના રોજ દેહ ત્યાગ કર્યો છે. આજે વહેલી સવારે 5-30 કલાકે દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા છે. દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થતાં સમગ્ર પંથકમાં અને તેમના અનુયાયીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

મહત્વનું છે કે, ચરાડવા મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ 133 વર્ષના હતા. 133 વર્ષે તેમણે દેહત્યાગ કર્યો છે. તેમનો જન્મ 4-11-1892 કાર્તિક સુદ પૂનમના રોજ થયો હતો. તેઓનો ખૂબ મોટો સેવક વર્ગ હતો. 133 વર્ષ સુધી તેમણે ધર્મની રક્ષા કાજે અનેક સેવાકાર્યો કર્યા. તેમની દેખરેખ હેઠળ મહાકાળી માતાજીના મંદિરે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને ગૌશાળા પણ આવેલી છે. અનેક મહાનુભાવો પણ આ મંદિરે આવી બાપુના આશીર્વાદ મેળવી ચુક્યા છે. ત્યારે આજે તેમના દેહત્યાગથી સેવકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આજે બ્રહ્મલીન થયેલા બાપુનો પાર્થિવ દેહ મહાકાળી માતાજી મંદિરથી ચરાડવા નગરમાં 11-30 કલાકે પાલખીમાં અંતિમ દર્શન માટે નીકળશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે બાપુને સમાધિ આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત