Homeગુર્જર નગરીIPLની ફાઈનલ પહેલાં અમદાવાદની ખાનગી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

IPLની ફાઈનલ પહેલાં અમદાવાદની ખાનગી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Team Chabuk-Gujarat Desk: આજે અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. જો કે, IPLની ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદ શહેરના SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે અને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-DEO કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સ્કૂલના સંચાલક હરેશ વાઢેરે જણાવ્યું હતું કે, ઈ-મેલ આવતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. DEO કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

geneva liberal school

સ્કૂલને મોકલવામાં આવેલા ઇ-મેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઇ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા-પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી? આટલું જ નહીં પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments