Homeગુર્જર નગરીઆજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ

આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ

Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા આજે 14 જુલાઈ ને સોમવારના દિવસે ગુજરાતના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી. 14 અને 15 જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં સિસ્ટમ જશે. જેનાથી જુલાઈમાં 100 ટકા સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરી.

7 દિવસ વરસાદની આગાહી

આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, આજથી વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અતિભારે વરસાદની આગાહી છે. તો આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા આણંદ, નવસારી વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસની સ્થિતિ વિશે વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Yellow Alert

આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્વારકા, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગે ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments