Homeગુર્જર નગરીગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

Team Chabuk-Gujarat Desk: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે ગ્રામીણ અને શહેરી માર્ગોને થયેલા નુકસાન અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તાકીદ કરી છે કે જ્યાં પણ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવામાં આવે. વિકાસની ધોરીનસ સમાન માર્ગ નેટવર્કની તત્કાળ મરામત થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો તેમણે આપ્યા.

તેમણે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, રાજ્યમાં હાલ સાર્વત્રિક ભારે વરસાદની સ્થિતિ છે, ત્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારો, નગરો-મહાનગરો, નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી. ચોમાસામાં ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયું છે, ત્યાં રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરીને પૂર્વવત બનાવવા અધિકારીઓને તાકીદ કરી.

માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. આ માટે વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશાનિર્દેશો આપ્યા.

Bhupendra Patel

મરામતની આ કામગીરી NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કરવામાં આવે, તે માટે પણ જરૂરી સૂચન કર્યા. તેમજ, ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ દરમિયાન જે માર્ગો-પુલોને નુકસાન થાય, તેવા કિસ્સામાં ઈજારદારની જવાબદારી ફિક્સ કરવા અંગેની સૂચના પણ બેઠક દરમિયાન આપી.

આ ઉપરાંત, નગરો મહાનગરોમાં વોટર લોગીંગ કે અન્ડરબ્રીજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પણ સૂચન કર્યું. માર્ગ મરામતના આ કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments