Homeગુર્જર નગરીગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 5 સિસ્ટમ એક્ટિવ થઈ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 5 સિસ્ટમ એક્ટિવ થઈ

Team Chabuk-Gujarat Desk: આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદન આગાહી કરવામાં આવી છે.  5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Rain

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે સિગ્નલ નંબર-3 લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ અને પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments