Homeગુર્જર નગરીહવે તમારુ વીજળીનું બિલ ઘટી જશે! ગુજરાત સરકારે કરી દીધી મોટી જાહેરાત

હવે તમારુ વીજળીનું બિલ ઘટી જશે! ગુજરાત સરકારે કરી દીધી મોટી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતની વીજ કંપનીઓની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ સરચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 1 જુલાઈ 2025 થી અમલમાં આવશે, જેના પછી નવો ફ્યુઅલ સરચાર્જ 2.30 પૈસા રહેશે. આ નિર્ણય ગુજરાતના લાખો વીજ ગ્રાહકોને સીધો લાભ પહોંચાડશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજળીના બિલ પર લાગતા ફ્યુઅલ સરચાર્જમાં ફરીથી ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાતની વીજ કંપનીઓની કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ કામગીરીનું પરિણામ છે.

દેશભરની કુલ 42 વીજ કંપનીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતની 4 કંપનીઓ દેશની ટોચની 5 કંપનીઓમાં સ્થાન પામી છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ગુજરાત સરકાર વીજળીના દરોમાં સતત ઘટાડો કરી શકી છે. આ ઘટાડાના મુખ્ય કારણોમાં સરકારી નીતિઓ અને પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

electricity bill

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પુરવઠાને સુરક્ષિત રાખવા માટે અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં 10 લાખથી વધુ ઘરો પર સોલર પેનલ્સ લગાવવામાં આવી છે, જે વીજ ઉત્પાદન અને બચતમાં મોટો ફાળો આપી રહી છે.

આ પહેલા પણ ગુજરાત સરકારે વીજળીના ભાવ ઘટાડ્યા છે. જાન્યુઆરી 2024 માં 50 પૈસાનો અને ઓક્ટોબર 2024 માં 40 પૈસાનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં, હવે 1 જુલાઈ 2025 થી 15 પૈસાનો વધુ ઘટાડો અમલમાં આવશે. આ ઘટાડા બાદ, નવો ફ્યુઅલ સરચાર્જ 2.30 પૈસા રહેશે, જે ગુજરાતના ગ્રાહકો માટે એક મોટી રાહત સમાન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments