Homeતાપણુંમારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું માફ કરી દઇશ પણ ભારત નહીં...

મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી

Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં કોંગ્રેસ-આરજેડીની રેલી દરમિયાન પોતાની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઘટનાએ માત્ર તેમની માતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશની માતાઓ, બહેનો અને દીકરીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.તેમણે ભારપૂર્વક કહ્યું કે આ દુર્વ્યવહારથી તેમના હૃદયમાં જે પીડા છે, તે જ પીડા બિહાર અને સમગ્ર દેશના લોકોના હૃદયમાં પણ છે. હું જાણુ છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે.

બિહારમાં એક રેલી દરમિયાન પોતાની સ્વર્ગસ્થ માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે બિહાર જેવી સમૃદ્ધ પરંપરા ધરાવતી ભૂમિ પર આવા શબ્દોનો ઉપયોગ થવો એ કલ્પના બહારની વાત છે. PM મોદીએ આ ઘટનાને માત્ર પોતાની માતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશની માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું.

Pm Modi

માતાનું અપમાન એ દેશનું અપમાન

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, “માતા આપણી દુનિયા છે, માતા આપણા સંસ્કાર છે.” તેમણે કહ્યું કે બિહારની પરંપરામાં માતાનું સન્માન સર્વોપરી છે અને આ ઘટનાએ ફક્ત તેમની સ્વર્ગસ્થ માતાનું જ નહીં, પરંતુ ભારતના દરેક નાગરિકની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું કે રાજકારણ સાથે ક્યારેય કોઈ સંબંધ ન હોવા છતાં તેમની માતાનું અપમાન કરવામાં આવ્યું. આ દુર્વ્યવહારને તેમણે સમગ્ર દેશની માતાઓ, બહેનો અને દીકરીઓનું અપમાન ગણાવ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments