Team Chabuk-Gujarat Desk: નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થયો છે, જેના પગલે 27 ગામને એલર્ટ કરાયાં છે.
નર્મદા નદીની જળસપાટી હજુ પણ વધવાની શક્યતા છે. ભરુચ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. સંભવિત પુર અને વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ તરફ દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવેના કેબલ બ્રિજ પરથી પણ નર્મદા નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા છે. નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરતા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.

આરબીપીએચ અને કેનાલ મારફત 4.46 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યૂસેક છે. એની સામે 4,46,592 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. એને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત